મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 28 જુલાઈ ને સોમવારના રોજ ઘઉં, તલ, જીરું, બાજરો, સીંગદાણા, રાયડો અને ચણા ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 186 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને તેના સૌથી ઊંચા ભાવ રૂપિયા 539 પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત તલના ઊંચા ભાવ રૂપિયા 1846 સુધી બોલાયા હતા. તો જીરુંના 3480, બાજરાના 436, સીંગદાણાના 1465, રાયડાના 1212 અને ચણાના 1177 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 500 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 600 રૂપિયા, ટામેટાના 1000 રૂપિયા, કોબીજના 440 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 200 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.