મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 4 એપ્રિલ ને શુક્રવારના રોજ ઘઉં, કપાસ, તલ, તુવેર, મગફળી, ધાણા, જીરું, સફેદ ચણા, મેથી, ઈસબગુલ, ચણા, એરંડા, ગુવાર બી, કાળા તલ, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે સાંજે 5 વાગ્યા બાદ વધુ ઘઉંની ઉતરાઈ કરવા દેવામાં આવશે જેના કારણે આજે સવારે 196 ક્વિન્ટલ ઘઉંની જ આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 512 રૂપિયા સુધી બોલાયા છે.મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 205 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. કપાસના ઉંચા ભાવ 1425 બોલાયા છે. તલના 1812, તુવેરના 1360, જીણી મગફળીના પ્રતિમણ 974, જીરુંના 4430, સફેદ ચણાના 1900, મેથીના 173, ઈસબગુલના 240, ચણાના 1080, એરંડાના 1220, ગુવાર બીના 958, કાળા તલના 4535, રાયના 1186 અને રાયડાના 1084 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 800 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 2600 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 320 રૂપિયા ભાવ બોલાયા છે.