તુવેર અને કપાસના ભાવ 1474 સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 12 ફેબ્રુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, જીરું, મગફળી, તુવેર, સોયાબીન, અડદ, ચણા, એરંડા, કાળા તલ અને રાય તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 500 ક્વિન્ટલ એટલે કે 2500 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1474 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 82 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 673, તલના 1950, જીણી મગફળીના પ્રતિમણ 1106, જીરુંના 3762, તુવેરના 1474, સોયાબીનના 760, અડદના 1250, ચણાના 1105, એરંડાના 1225, કાળા તલના 3920 અને રાયના 1152 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 320 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 900 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 80 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 480 રૂપિયા ભાવ બોલાયા છે.