જિલ્લા પંચાયતની ૪૦ અને રૂટિન ૧૧ મળી કુલ ૫૧ બિનખેતી પ્રકરણનો ઓનલાઇન નિકાલ : ઓપન હાઉસમાં હુકમો અપાયા મોરબી : રાજ્ય સરકાર દ્વારા ગુડ ગુડ ગવર્નન્સ પ્રોગ્રામ હેઠળ ઓનલાઇન બિનખેતી કરવાની સરળ પદ્ધતિ શરૂ કરતાં મોરબી જિલ્લા કલેકટર દ્વારા ૫૧ બિનખેતી પ્રકરણોને મંજૂરીની મહોર મારી સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહ્યો છે, આજે ગુડ ગવર્નન્સ ડે ની ઉજવણી પ્રસંગે ઉક્ત તમામ અરજદારોને ઓપનહાઉસમાં બિનખેતી હુકમો આપવામાં આવ્યા હતા. રાજ્યમાં બિનખેતી સહિતની પ્રક્રિયાઓને પારદર્શક બનાવવા રૂપાણી સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ગુડ ગવર્નન્સ પ્રોજેકટ અમલી બનાવવામાં આવ્યો છે જે અંતર્ગત મોરબી જિલ્લા કલેકટર દ્વારા સરકારના આ પ્રોજેકટ હેઠળ ૫૧ ફાઈલો ક્લિયર કરવામાં આવી હતી અને અરજદારોને ગણતરીના દિવસોમાં બિનખેતી મંજૂરી આપી આજે તમામને હાથો હાથ ઓપનહાઉસમાં જ બિનખેતી હુકમો આપવામાં આવ્યા હતા. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયતોની બિનખેતીની સતા ઉપર કાપ મૂકી દેતા મોરબી જિલ્લા પંચાયત હસ્તકના કુલ ૧૧૨ પ્રકરણોમાંથી ૪૦ પ્રકરણ અને ૧૧ પ્રકરણો રૂટિન મુજબના બિનખેતી કેઇસમાં મોરબી કલેકટર તંત્ર દ્વારા ઝડપી અને સરળ, પારદર્શક પદ્ધતિથી ૫૧ કેસનો નિકાલ કરી સમગ્ર રાજ્યમાં અવ્વલ દરજ્જો મેળવ્યો હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું. [gallery ids='41436,41437,41438']