ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા ધોરણ 9 થી 12ના વિધાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા ધોરણ 9 થી 12ના વિધાર્થીઓ માટે વિવિધ વિષયો પર ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ધોરણ 9 થી 12ના વિધાર્થીઓ ભાગ લઇ શકશે.સ્પર્ધામાં ભાગ લેવા માટે ફરજીયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.વિજેતા વિધાર્થીઓને 1 કરોડનું ઈનામ આપવામાં આવશે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ ના 'ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા (સરકારી- ગ્રાન્ટેડ- સ્વનિર્ભર માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓ તમામ) ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતાં વિધાર્થીઓ માટે સ્ટેમ સાયન્સ,ટેકનોલોજી,એન્જિનિયરિંગ અને મેથેમેટીક્સ વિષયો પર ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.આ સ્પર્ધા અંગેની જાહેરાત શિક્ષણ,વિજ્ઞાન અને પ્રૌધિગિકી વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા તા.19 ડિસેમ્બરનાં રોજ કરવામાં આવી હતી. આ સ્પર્ધા સૌ પ્રથમ ઓનલાઇન માધ્યમથી જિલ્લા લેવલે અને ત્યારબાદ ફેબ્રુઆરીમાં ગુજરાત સાયન્સ સીટી અમદાવાદ ખાતે ગ્રાન્ડ ફિનાલે યોજાશે.જેમાં ટોચના બે હજાર વિધાર્થીઓને ગુજરાત સાયન્સ સીટી અમદાવાદ ખાતે નીઃશુલ્ક ટુર કરાવવામાં આવશે.વિજેતા વિધાર્થીઓને કરોડોના ઈનામ આપવામાં આવશે .આ સ્પર્ધામાં એક શાળાના વધુ ને વધુ વિધાર્થીઓ ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવાં માટે http//gujcost.co.in/ પર ફરજીયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આ સ્પર્ધામાં રજિસ્ટ્રેશન માટેની છેલ્લી આગામી તા.19 છે.રજિસ્ટ્રેશન કરેલ વિધાર્થીઓને સમજણ માટે સોફ્ટ કોપીમાં પ્રશ્નબેંક આપવામાં આવશે.આ સ્પર્ધામાં રજિસ્ટ્રેશન માટે કોઈપણ પ્રકારની ફી રાખેલ નથી આ ક્વિઝ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં યોજાશે.મોરબી જિલ્લામાંથી ભાગ લેવા માંગતા વિધાર્થીઓને વધુ માહિતી માટે 'આર્યભટ્ટ' લોકવિજ્ઞાન કેન્દ્ર ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ રુમ નં.202 મોરબી દિપેનભાઈ ભટ્ટ મો.97279 86386,એલ.એમ.ભટ્ટ મો.9824912230 નો સંપર્ક કરવો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..