બિનલોહ ધાતુઓ, ક્રૂડ તેલમાં સાર્વત્રિક વૃદ્ધિ: કોટન, સીપીઓ, મેન્થા તેલમાં સુધારો: કપાસ, રબરમાં નરમાઈ: આંબેડકર જયંતી નિમિત્તે બુધવારે પ્રથમ સત્રનાં કામકાજ બંધ મુંબઈ: એમસીએક્સ પર આંબેડકર જયંતી નિમિત્તે બુધવારે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યાં હતાં, જ્યારે બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. ગુડી પડવાના દિવસે એક્સચેન્જ પર વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મળીને ૪૩૯૬૧૯ સોદામાં રૂ.૨૫,૩૧૬.૬૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં રૂ.૧૦,૮૮૯ કરોડથી વધુનાં કામકાજ સાથે સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૫૬ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૧,૫૨૮ ઊછળ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન, સીપીઓ અને મેન્થા તેલ સુધર્યા હતા, જ્યારે કપાસ અને રબરમાં નરમાઈનો માહોલ હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સમાં કીમતી ધાતુઓનો સૂચકાંક એમસીએક્સ બુલડેક્સનો એપ્રિલ વાયદો ૧૪,૪૯૫ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૪,૬૯૨ અને નીચામાં ૧૪,૪૫૦ના મથાળે અથડાઈ દિવસ દરમિયાન ૨૪૨ પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે ૨૧૨ પોઈન્ટ વધી ૧૪,૬૮૩ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક એમસીએક્સ મેટલડેક્સનો એપ્રિલ વાયદો ૧૪,૧૩૯ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૪,૨૮૫ અને નીચામાં ૧૪,૧૩૫ બોલાઈ, દિવસ દરમિયાન ૧૫૦ પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે ૮૮ પોઈન્ટ વધી ૧૪,૨૧૮ના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૨૩૧૨૯૪ સોદાઓમાં રૂ.૧૦૮૮૯.૬૨ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬૪૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૭૦૩૩ અને નીચામાં રૂ.૪૬૩૬૭ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૫૬ વધીને રૂ.૪૬૯૭૫ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૦૪ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૭૪૬૬ અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૫ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૬૪૬ થયા હતા, જ્યારે સોનું-મિની મે વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૮૬ વધીને બંધમાં રૂ.૪૬૬૭૪ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૬૨૪૭ ખૂલી, ઊપરમાં રૂ.૬૭૮૮૨ અને નીચામાં રૂ.૬૬૦૭૧ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૨૮ વધીને રૂ.૬૭૬૫૬ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૧૫૨૧ વધીને રૂ.૬૭૬૯૩ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૧૫૧૫ વધીને રૂ.૬૭૬૮૬ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૧૫૭૫૦૮ સોદાઓમાં રૂ.૮૪૫૮.૯૬ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૪૯૭ ખૂલી, ઊપરમાં રૂ.૪૫૬૯ અને નીચામાં રૂ.૪૪૯૭ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૦ વધીને રૂ.૪૫૨૮ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૩૩૦૪ સોદાઓમાં કુલ રૂ.૪૫૧.૫૫ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન એપ્રિલ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૩૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૪૯૦ અને નીચામાં રૂ.૨૧૨૦૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૦ વધીને રૂ.૨૧૪૫૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ એપ્રિલ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૧૨૨ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬.૨ વધીને બંધમાં રૂ.૧૧૪૧.૬ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૯૫૭.૧ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૧.૯ અને નીચામાં રૂ.૯૫૭ રહી, અંતે રૂ.૯૫૯.૭ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૯૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૧૧ અને નીચામાં રૂ.૧૨૯૧ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૧.૫૦ ઘટીને રૂ.૧૩૦૪ ના સ્તરે બંધ રહ્યો હતો. રબરના વાયદાઓમાં એપ્રિલ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૬,૫૦૦ના સ્તરે ખૂલી, નીચામાં રૂ.૧૬,૩૬૦ સુધી જઈ, અંતે રૂ.૧૧૯ના ભાવઘટાડા સાથે રૂ.૧૬,૩૯૦ના સ્તરે બંધ થયો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૪૪૨૪૩ સોદાઓમાં કુલ રૂ.૪૯૩૯.૧૭ કરોડ ની કીમતનાં ૧૦૫૮૨.૧૯૭ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૮૭૦૫૧ સોદાઓમાં કુલ રૂ.૫૯૫૦.૪૫ કરોડ ની કીમતનાં ૮૮૫.૪૩૫ ટન, ક્રૂડ તેલમાં ૫૧૨૨૫ સોદાઓમાં રૂ.૩૫૫૨.૨૯ કરોડનાં ૭૮૩૬૪૦૦ બેરલ્સ, કોટનમાં ૯૪૫ સોદાઓમાં રૂ.૭૫.૨૭ કરોડનાં ૩૫૦૫૦ ગાંસડી, સીપીઓમાં ૨૩૧૩ સોદાઓમાં રૂ.૩૭૪.૪૨ કરોડનાં ૩૩૬૫૦ ટન, મેન્થા તેલમાં ૧૧ સોદાઓમાં રૂ.૧.૨૩ કરોડનાં ૧૨.૯૬ ટન, રબરમાં ૩૦ સોદામાં રૂ.૪૯.૩૮ લાખનાં ૩૦ ટન, કપાસમાં ૫ સોદાઓમાં રૂ.૧૨.૮૭ લાખનાં ૨૦ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૬૦૦૪.૩૧૩ કિલો, ચાંદીના વાયદાઓમાં ૪૨૪.૩૬૧ ટન, ક્રૂડ તેલમાં ૫૮૨૫ બેરલ્સ, કોટનમાં ૨૨૭૭૦૦ ગાંસડી, સીપીઓમાં ૯૩૧૮૦ ટન, મેન્થા તેલમાં ૪૭.૫૨ ટન, રબરમાં ૨૭૨ ટન અને કપાસમાં ૧૨૪ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૭૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૩૯ ખૂલી, ઊપરમાં રૂ.૭૬૧ અને નીચામાં રૂ.૪૯૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૨૭.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૬૮ ખૂલી, ઊપરમાં રૂ.૨૬૮ અને નીચામાં રૂ.૨૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧૦ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૬૭ ખૂલી, ઊપરમાં રૂ.૫૪૪.૫ અને નીચામાં રૂ.૨૬૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૬૪ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૦૫ ખૂલી, ઊપરમાં રૂ.૬૦૫ અને નીચામાં રૂ.૨૮૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૯૯ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૬.૯ અને નીચામાં રૂ.૬૬.૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૭૨ ખૂલી, ઊપરમાં રૂ.૭૨ અને નીચામાં રૂ.૪૦ રહી પ્રથમ સત્રનાં અંતે...