ક્રૂડ તેલમાં સુધારાની આગેકૂચ: સીપીઓ, રબરમાં નરમાઈ: કપાસ, કોટન, મેન્થા તેલમાં વૃદ્ધિ: પ્રથમ સત્રમાં રૂ.૧૨૮૯૮ કરોડનું ટર્નઓવર મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૭૭૮૭૦ સોદામાં રૂ.૧૨૮૯૮.૩૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૨૧ તેજ હતો, જ્યારે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૩૧૭ નરમ ટ્રેડ થઈ રહ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓમાં એકંદરે વૃદ્ધિ હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં સુધારાની આગેકૂચ રહી વાયદો વધુ વધ્યો હતો. નેચરલ ગેસ પણ વધીને ટ્રેડ થઈ રહ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં સીપીઓ અને રબરમાં નરમાઈ સામે કપાસ, કોટન અને મેન્થા તેલમાં વૃદ્ધિ રહી હતી. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૯૧૯૮૦ સોદાઓમાં રૂ.૫૩૨૬.૦૯ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬૪૦૯ ખૂલી, ઊપરમાં રૂ.૪૬૪૯૮ અને નીચામાં રૂ.૪૬૨૯૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૧ વધીને રૂ.૪૬૩૫૮ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૪ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૭૨૪૯ અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૬૧૭ થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૨૬ વધીને બંધમાં રૂ.૪૬૨૬૦ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૯૪૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૯૬૩૯ અને નીચામાં રૂ.૬૮૬૯૪ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૧૭ ઘટીને રૂ.૬૮૯૧૪ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૩૧૩ ઘટીને રૂ.૬૮૮૮૧ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૩૦૨ ઘટીને રૂ.૬૮૮૬૧ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૯૯૩૧ સોદાઓમાં રૂ.૩૫૦૭.૦૨ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૪૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૫૦૦ અને નીચામાં રૂ.૪૪૩૦ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪ વધીને રૂ.૪૪૩૮ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૩૫૪૩ સોદાઓમાં કુલ રૂ.૪૩૨.૧૬ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ફેબ્રુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૪૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૬૫૦ અને નીચામાં રૂ.૨૧૪૫૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૦ વધીને રૂ.૨૧૬૦૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૦૨૯.૭ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૫.૧ ઘટીને બંધમાં રૂ.૧૦૨૭.૭ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૫૨ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૦ અને નીચામાં રૂ.૯૪૮.૧ રહી, અંતે રૂ.૯૫૩.૮ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૪૬ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૫૧ અને નીચામાં રૂ.૧૨૪૪ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪ વધીને રૂ.૧૨૫૦ ના સ્તરે બંધ રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૦૭૬૭ સોદાઓમાં કુલ રૂ.૨૭૧૪.૭૩ કરોડ ની કીમતનાં ૫૮૫૪.૨૨૫ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૭૧૨૧૩ સોદાઓમાં કુલ રૂ.૨૬૧૧.૩૬ કરોડ ની કીમતનાં ૩૭૭.૪૫૭ ટન, ક્રૂડ તેલમાં ૧૭૨૭૧ સોદાઓમાં રૂ.૧૪૧૧.૨૨ કરોડનાં ૩૧૫૭૯૦૦ બેરલ્સ, કોટનમાં ૧૪૫૧ સોદાઓમાં રૂ.૧૪૨.૫૯ કરોડનાં ૬૫૫૫૦ ગાંસડી, સીપીઓમાં ૧૯૪૯ સોદાઓમાં રૂ.૨૮૧.૩૯ કરોડનાં ૨૭૫૪૦ ટન, મેન્થા તેલમાં ૫૪ સોદાઓમાં રૂ.૬.૪૮ કરોડનાં ૬૮.૦૪ ટન, કપાસમાં ૧૮ સોદાઓમાં રૂ.૪૪.૯૫ લાખનાં ૭૨ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૮૮૯૨.૭૦૧ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૬૪.૬૯૬ ટન, ક્રૂડ તેલમાં ૮૨૮૬ બેરલ્સ, કોટનમાં ૨૪૮૩૭૫ ગાંસડી, સીપીઓમાં ૧૨૬૭૧૦ ટન, મેન્થા તેલમાં ૧૦૦.૪૪ ટન અને કપાસમાં ૨૪૪ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૮ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૦ અને નીચામાં રૂ.૯૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૧.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૬૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૭૫૬.૫ ખૂલી, ઊપરમાં રૂ.૭૯૪ અને નીચામાં રૂ.૭૦૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૫૬.૫ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૮૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૮૦૦ અને નીચામાં રૂ.૬૫૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૯૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૫૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૭૬૫ અને નીચામાં રૂ.૫૨૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૬૫ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૪૯ ખૂલી, ઊપરમાં રૂ.૧૮૪.૯ અને નીચામાં રૂ.૧૪૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૧.૯ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૧ અને નીચામાં રૂ.૧૨૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૮.૩ બંધ રહ્યો હતો.