બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ : ક્રૂડ તેલમાં વૃદ્ધિ : કોટન, મેન્થા તેલ, રબરમાં નરમાઈ : કપાસ, સીપીઓમાં સુધારાનો સંચાર બુલડેક્સ ફ્યુચર્સમાં 121 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 223 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,77,353 સોદાઓમાં કુલ રૂ.14,025.13 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. અક્ષય તૃતિયાના દિવસે સોનાના વાયદાઓમાં રૂ.2,243 કરોડ અને ચાંદીમાં રૂ.2,881 કરોડના વેપાર થયા હતા. બંને કીમતી ધાતુઓના વાયદાના ભાવમાં તેજીનો માહોલ હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં રહ્યું હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંનેમાં વૃદ્ધિ હતી. કૃષિ કોમોડિટીઝમાં કોટન, મેન્થા તેલ, રબરમાં નરમાઈ સામે કપાસ અને સીપીઓ સુધર્યા હતા. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના મે વાયદામાં 121 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના મે વાયદામાં 223 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 90,748 સોદાઓમાં કુલ રૂ.5,124.33 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,368 ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,650 અને નીચામાં રૂ.47,337 ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.63 અથવા 0.38 ટકા વધી રૂ.47,616 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.103 અથવા 0.27 ટકા વધી રૂ.38,214 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.15 અથવા 0.32 ટકા વધી રૂ.4,729 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,399 ખૂલી, રૂ.175 અથવા 0.37 ટકા વધી રૂ.47,627 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.70,355 ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,146 અને નીચામાં રૂ.70,085 ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.506 અથવા 0.72 ટકા વધી રૂ.70,979 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.449 અથવા 0.64 ટકા વધી રૂ.70,976 અને ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.450 અથવા 0.64 ટકા વધી રૂ.70,977 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓમાં 29,620 સોદાઓમાં રૂ.5,121.77 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.0.60 અથવા 0.31 ટકા ઘટી રૂ.195.30 અને જસત મે કોન્ટ્રેક્ટ રૂ.0.45 અથવા 0.2 ટકા વધી રૂ.230.10 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.4.95 અથવા 0.63 ટકા ઘટી રૂ.774.65 અને નિકલ મે કોન્ટ્રેક્ટ રૂ.0.50 અથવા 0.04 ટકા વધી રૂ.1,282.50 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.35 અથવા 0.2 ટકા વધી રૂ.171.95 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 41,272 સોદાઓમાં કુલ રૂ.2,358.89 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં રૂ.4,668 ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.4,749 અને નીચામાં રૂ.4,652 ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.69 અથવા 1.48 ટકા વધી રૂ.4,741 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.00 અથવા 0.46 ટકા વધી રૂ.219.30 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં 1,826 સોદાઓમાં રૂ.250.04 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1264.00 ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1266.50 અને નીચામાં રૂ.1262.00 ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.2.50 અથવા 0.2 ટકા વધી રૂ.1265.00 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રૂ (કોટન) મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.22,100 ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.22,130 અને નીચામાં રૂ.21,840 ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.150 અથવા 0.67 ટકા ઘટી રૂ.22,110 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ મે કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1243.80 ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1253.40 અને નીચામાં રૂ.1240.00 ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.7.30 અથવા 0.59 ટકા વધી રૂ.1250.30 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. રબરના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 100 કિલોગ્રામદીઠ રૂ.139 અથવા 0.78 ટકા ઘટી રૂ.17,582 અને મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.2.80 અથવા 0.29 ટકા ઘટી રૂ.963.30 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 16,985 સોદાઓમાં રૂ.2,243.27 કરોડનાં 4,714.100 કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં 73,763 સોદાઓમાં સોદાઓમાં કુલ રૂ.2,881.06 કરોડનાં 407.064 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.529.69 કરોડનાં 27,270 ટન, જસતના વાયદાઓમાં રૂ.520.81 કરોડનાં 22,705 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.2,614.03 કરોડનાં 33,750 ટન, નિકલના વાયદાઓમાં રૂ.1,270.61 કરોડનાં 9,972 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.186.63 કરોડનાં 10,880 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 19,654 સોદાઓમાં રૂ.1,328.39 કરોડનાં 28,23,100 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 21,618 સોદાઓમાં રૂ.1,030.50 કરોડનાં 4,70,95,000 એમએમબીટીયૂ નો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 7 સોદાઓમાં રૂ..18 કરોડનાં 28 મેટ્રિક ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં 578 સોદાઓમાં રૂ.49.80 કરોડનાં 22,475 ગાંસડી ના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,177 સોદાઓમાં રૂ.197.80 કરોડનાં 15,970 મેટ્રિક ટન નાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,294.772 કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 445.672 ટન, એલ્યુમિનિયમ 9,485 ટન, જસત 11,815 ટન, તાંબુ 12,272.500 ટન, નિકલ 3,592.500 ટન, સીસું 6,295 ટન, ક્રૂડ તેલ 7,65,800 બેરલ્સ અને નેચરલ ગેસ 3,85,83,750 એમએમબીટીયૂ તેમ જ કપાસ 28 ટન, મેન્થા તેલ 30.24 ટન, રબર 225 ટન, રૂ (કોટન) 2,34,600 ગાંસડી, સીપીઓ 75,860 ટનના સ્તરે રહ્યો...