રબર, સીપીઓ, મેન્થા તેલમાં સુધારો: કપાસમાં સીમિત ઘટાડો: પ્રથમ સત્રમાં રૂ.૧૬૨૫૪ કરોડનું ટર્નઓવર મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨૩૧૯૯૩ સોદામાં રૂ.૧૬૨૫૪.૭૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીમાં નરમાઈની આગેકૂચ રહી વાયદા વધુ ઘટ્યા હતા. તમામ બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક વૃદ્ધિ રહી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં સેંકડા ઘટી આવ્યા હતા. નેચરલ ગેસ પણ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં રબર, સીપીઓ, મેન્થા તેલમાં સુધારા સામે કપાસમાં સીમિત ઘટાડો વાયદાના ભાવમાં થયો હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૨૮૮૦૨ સોદાઓમાં રૂ.૫૯૮૮.૦૧ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૫૯૮૬ ખૂલી, ઊપરમાં રૂ.૪૬૦૯૮ અને નીચામાં રૂ.૪૫૮૬૧ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૮ ઘટીને રૂ.૪૫૯૬૮ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮૭ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૬૮૮૨ અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૯ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૫૬૭ થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૫૧ ઘટીને બંધમાં રૂ.૪૫૮૯૫ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૮૦૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૮૭૮૦ અને નીચામાં રૂ.૬૭૫૩૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૭ ઘટીને રૂ.૬૮૪૦૭ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૧૭૭ ઘટીને રૂ.૬૮૩૨૦ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૧૮૯ ઘટીને રૂ.૬૮૨૬૫ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૩૨૫૦ સોદાઓમાં રૂ.૩૫૬૪.૮૦ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૨૫૭ ખૂલી, ઊપરમાં રૂ.૪૩૬૧ અને નીચામાં રૂ.૪૨૫૭ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૮ ઘટીને રૂ.૪૩૦૨ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૨૭૦૭ સોદાઓમાં કુલ રૂ.૨૯૯.૮૫ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ફેબ્રુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૫૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૬૫૦ અને નીચામાં રૂ.૨૧૫૧૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે કોઈ ફેરફાર વગર રૂ.૨૧૫૯૦ના જ સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૦૩૦ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧.૮ વધીને બંધમાં રૂ.૧૦૨૮.૯ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૫૦.૧ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૮ અને નીચામાં રૂ.૯૫૦.૧ રહી, અંતે રૂ.૯૬૨.૭ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૪૨ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૪૬ અને નીચામાં રૂ.૧૨૪૨ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬ ઘટીને રૂ.૧૨૪૪.૫ ના સ્તરે બંધ રહ્યો હતો. રબરનો ફેબ્રુઆરી વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૬,૧૩૯ના ભાવે ખૂલી, ઊપરમાં રૂ.૧૬,૨૭૦ અને નીચામાં રૂ.૧૫,૯૭૫ બોલાઈ, અંતે રૂ.૭૮ વધી રૂ.૧૬,૧૮૪ના સ્તરે બંધ થયો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૩૯૧૯૫ સોદાઓમાં કુલ રૂ.૨૩૭૮.૭૮ કરોડ ની કીમતનાં ૫૧૭૩.૭૮૪ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૮૯૬૦૭ સોદાઓમાં કુલ રૂ.૩૬૦૯.૨૩ કરોડ ની કીમતનાં ૫૨૮.૫૯૬ ટન, ક્રૂડ તેલમાં ૨૪૦૨૩ સોદાઓમાં રૂ.૧૭૮૮.૧૦ કરોડનાં ૪૧૩૪૯૦૦ બેરલ્સ, કોટનમાં ૧૩૩૭ સોદાઓમાં રૂ.૧૨૯.૪૨ કરોડનાં ૫૯૪૦૦ ગાંસડી, સીપીઓમાં ૧૧૭૨ સોદાઓમાં રૂ.૧૬૧.૦૧ કરોડનાં ૧૫૭૮૦ ટન, મેન્થા તેલમાં ૫૪ સોદાઓમાં રૂ.૬.૪૦ કરોડનાં ૬૬.૯૬ ટન, કપાસમાં ૨૦ સોદાઓમાં રૂ.૫૪.૭૬ લાખનાં ૮૮ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૯૫૩૫.૨૮૬ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૬૧.૨૦૩ ટન, ક્રૂડ તેલમાં ૪૬૩૨ બેરલ્સ, કોટનમાં ૨૫૫૬૭૫ ગાંસડી, સીપીઓમાં ૧૨૭૮૦૦ ટન, મેન્થા તેલમાં ૯૭.૨ ટન અને કપાસમાં ૨૪૪ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૮૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૨ અને નીચામાં રૂ.૮૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૬૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૯૬૧.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૦૧.૫ અને નીચામાં રૂ.૮૯૬.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૨૩.૫ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૮૧ અને નીચામાં રૂ.૨૭૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૨૧.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૩૩ ખૂલી, ઊપરમાં રૂ.૨૩૩.૫ અને નીચામાં રૂ.૧૩૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૬.૫ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૪૯.૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૫.૪ અને નીચામાં રૂ.૧૨૪.૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૫.૨ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૩૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૫૩ ખૂલી, ઊપરમાં રૂ.૧૭૮.૫ અને નીચામાં રૂ.૧૪૧.૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૭ બંધ રહ્યો હતો.