મોરબી : મોરબી તાલુકા પોલીસે નીચી માંડલ ગામ પાસે મોરબી-હળવદ રોડ ઉપર શિવ કોમ્પ્લેક્ષમાં રાધે પાનની દુકાનમાં દરોડો પાડી 35 નંગ નશાકારક ગોગો સ્ટીક મળી આવી હતી. જેથી દુકાન સંચાલક વિપુલભાઈ વનજીભાઈ કૈલા ઉ.વ.35 રહે. ઉમા રેસિડેન્સી, ઘુંટુ રોડ, મોરબી વાળાની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.