મોરબી : મોરબીમાં રહેતા આડઠક્કર પરિવાર દ્વારા હરિદ્વારમાં પ્રદીપભાઈ ત્રિપાઠીના વ્યાસપીઠ સ્થાનેથી દેવી ભાગવત નવાન્હ જ્ઞાનયજ્ઞ યોજાયો હતો. જમાં નવદુર્ગા પ્રાગટ્ય, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, રાંદલ માતાજી પ્રાગટ્ય, શિવ-પાર્વતી વિવાહ સહિતના પ્રસંગો તથા ગંગામૈયાનો ચૂંદડી મનોરથ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.