નગરપાલિકા તંત્ર કામ ન કરતા વડીલોએ સાફ સફાઈ અને નડતર રૂપ બાવળ કાપવાનું બીડું ઝડપ્યું રવિવારે કરશે શ્રમયજ્ઞ મોરબી : મોરબીમાં ગયઢા ગાડા પાછા વાળે ! કહેવત સાચી ઠરી રહી હોય તેમ પાલિકાને સાફ - સફાઈ અને માર્ગ ઉપર નડતર જાડી ઝાંખરા દૂર કરવાં ફુરસદ ન મળતી હોય મોરબીની સિનિયર સીટીઝન કાઉન્સિલ દ્વારા રવિવારે શ્રમયજ્ઞ કરી નવલખી રોડને સ્વચ્છ સાફ સુથરો બનાવવા બીડું ઝડપવામાં આવ્યું છે. મોરબી સિનિયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ ડો.બી.કે.લહેરુ, પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ મહેતા અને મંત્રી મહેશભાઈ દ્વારા સયુંકત રીતે નવલખી રોડ ઉપર ફાટકથી લઈ પરશુરામ ધામ સુધી આગામી તા.10ને રવિવારે સવારે 9થી બપોરે 1 સુધી સમૂહ શ્રમયજ્ઞ કરવા નક્કી કરી ઘનિષ્ઠ સફાઈ અને રોડ ઉપર નડતર રૂપ બાવળ સહિતના જાડી, ઝાંખરા દૂર કરવામાં આવશે. વધુમાં સિનિયર સિટીઝન કાઉન્સિલના હોદ્દેદારોએ તમામ સભ્યોને રવિવારે તા.10ના રોજ સવારે કુબેરનગર, ત્રિલોકધામ ખાતે અચૂક હાજર રહી આ શ્રમયજ્ઞમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..