કચ્છમાં પાણીના પ્રશ્નને ભૂતકાળ બનાવવા રણ સરોવર માટે જયસુખભાઇ દ્વારા કરાતી અથાગ મહેનતની ટીમે કરી સરાહના મોરબી : વુમન એમ્પાવરમેન્ટની મિશાલ, જળ પ્રેમી અને પાટીદાર રત્ન એવા જયસુખભાઇ પટેલ તેમના વિશાળ બિઝનેસ એમ્પાયરની સાથે સાથે જળ સંચય માટે પણ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. તેઓએ ગ્લોબલ કચ્છની ૩૦ થી ૩૫ સભ્યની વિશેષ ટીમ સાથે જળ સંચયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એવા ચાચાપર ગામની પણ મુલાકાત લીધી હતી. મોરબી જીલ્લાનું નાનકડું ચાચાપર ગામ કચ્છના લોકો માટે જળસંચયનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની ગયું છે. નપાણીયા કહેવાતા કચ્છ વિસ્તારના ખેડૂતોએ જળસંચય માટે જયસુખભાઇનું સવિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું. ચાચાપર ગામની જેમ કચ્છના ખેડૂતોની સમૃદ્ધિ અને ઉન્નતીમાં વધારો થાય તે માટે જયસુખભાઇએ ગ્લોબલ કચ્છને હર હંમેશ તેમના સહકારની તૈયારી દાખવી હતી. અગાઉ પણ કચ્છ જિલ્લાના સાડા ત્રણસો ખેડૂત પ્રતિનિધિઓએ ચાચાપર ગામની મુલાકાત લીધી હતી અને ચાચાપર ગામને જળસંચયનું ઉત્કૃષ્ટ મોડેલ ગણાવ્યું હતું. જળસંચયના કાર્યો અને ખાસ કરીને રણ સરોવર માટે જયસુખભાઇ દ્વારા કરાતી અથાગ મહેનત બદલ દરેકે જયસુખભાઇની સરાહના કરી હતી. આ મુલાકાત દરમ્યાન પ્રવીણ મોઝેક વાળા પ્રવીણભાઈ, ચાચાપર ગામના રમેશભાઈ, મનહરભાઈ ફેફર તથા ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.