ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના ઉપપ્રમુખની મુખ્યમંત્રીને રજુઆત મોરબી : ગુજરાત રાજય માટે અસંખ્ય નાના-મોટા મંદિરો આવેલ છે જેમાં વરસોથી ભગવાનની પૂજા અર્ચના કરતા પુજારીઓનાં જીવનનિર્વાહ માટે પગાર અને ભથ્થા નિયમીત મળે તેવી સુંદર વ્યવસ્થા કરવાની માંગણી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. રજુઆતમાં જણાવ્યા મુજબ પ્રવર્તમાન સમયમાં આપણે હિન્દુત્વવાદી વિચારધારા સાથે લોકસેવા કરીએ છીએ. ગુજરાતમાં આવેલ નાના—મોટા અસંખ્ય મંદિરો આવેલ છે જેમાં પ્રતિદિન હજારો અબાલ, વૃધ્ધ અને મહિલાઓ દર્શનાર્થે આવે છે અને તેઓ શિંકત અનુસાર પુજારીઓને દાન દક્ષિણા આપતા હોય છે અને આ પુજારીઓ પણ પરિવાર ધરાવે છે અને અનેક જગ્યાએ માતાજી, હનુમાનજી, રામ ભગવાન સહિતનાં દેવ—દેવતાઓનાં મંદિરોમાં પુજાઅર્ચના કરે છે જે જે વહેલી સવારથી મોડે સુધી સેવા આપે છે અને ધર્મધજા અને ધાર્મિક સહિષ્ણુતાનો પ્રચાર પ્રસાર કરે છે. હાલમાં સરકાર હિન્દુ રાષ્ટ્રનાં નિર્માણ કરવા વિચારતા હોઈએ ત્યારે આવા મંદિરોમાં દરરોજ પૂજાપાઠ અને અર્ચના કરતા મંદિરોના પુજારીઓ માટે તેમના જીવનનિર્વાહ અને પરિવાર માટે આર્થિક મદદના ભાગરૂપે તેઓને પગાર ભથ્થા આપવા જરૂરી છે. તેમજ મંદિરની આજુબાજુમાં પુજારી પરિવારના વસવાટ માટે જમીન પણ આપવી જોઈએ તેઓની નિયમિત સેવા પુજાથી જ મંદિરની ગરીમા જળવાઈ રહે છે તો આ બાબતે ગંભીર નોંધ લઈ રાજયનાં તમામ વિસ્તારોમાં આવેલ મંદિરોનો સર્વે કરી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી ઉઠાવી છે.