હળવદ તાલુકા કિસાન સંઘ દ્વારા ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીને આવેદન હળવદ : રાજ્યમાં ખેડૂતોને મીટર અને હોર્સપાવર આધારિત એમ બે પ્રકારે વીજબીલ આપવામાં આવતા હોય હળવદ તાલુકા કિશાન સંઘ દ્વારા ખેડૂતોના હિતમાં હોર્સપાવર આધારિત બિલ આપવાની માંગ ઉઠાવી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં કિસાનોને વીજ પુરવઠો હોર્સ પાવર આધારિત અને મીટર આધારિત આપવામાં આવે છે. જેમાં બંનેના વીજદરમાં તફાવત છે. જેથી વીજ મીટર આધારિત ખેડૂતોને નુકસાની થાય છે. ત્યારે મીટર આધારિત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારિત ભાવથી વીજ પુરવઠો આપી સમાનતા લાવવા હળવદ તાલુકા કિસાન સંઘે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મામલતદાર મારફત આવેદન આપ્યું છે.