ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના રાજીનામાની કરી માંગણી મોરબી : ગુજરાતમાં બોટાદમાં બનેલ લઠ્ઠાકાંડ ઘટના અંગે ઠેર ઠેર આમ આદમી પાર્ટી દ્વારા ધરણાં કરી,નારા લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા નારા લગાવી ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી રાજ્યપાલને મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું. દારૂબંધ ગુજરાતમાં ભાવનગર અને બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડ અંગેની નૈતિક જવાબદારીના ભાગ રૂપે ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે મોરબી જિલ્લા આપ પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટી મોરબી દ્વારા રાજ્યપાલને મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા સેવાસદન ખાતે ધરણા કરી, ભાજપ હાય હાય, પોટલી નહીં શિક્ષણ આપો, પોટલી નહીં વિજળી આપો, પોટલી નહીં હોસ્પિટલ આપો, પોટલી નહીં સારી સુવિધાઓ આપોને નારા લગાવ્યા અને ત્યારબાદ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.આ સમયે આમ આદમી પાર્ટી મોરબીના હોદેદારો અને કાર્યક્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.