જાણો.. દિવાળી પહેલા ઘરની સફાઇ બાદ સજાવટની ટિપ્સમોરબી : દિવાળીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે. દેશભરમાં ઉત્સાહનું વાતાવરણ છે. લોકો દિવાળી નજીક આવતા જ સૌથી પહેલા ઘરની સફાઇ કરવામાં લાગી જાય છે. સફાઈ કર્યા પછી ઘરની સજાવટનો વારો આવે છે. લોકો તોરણ, રંગોળી, લાઇટ્સ, કેન્ડલ, ફૂલ અને દીવાઓથી ઘરને સુગંધિત અને રોશનીથી ઝગમગ કરી નાખે છે. આજકાલ માર્કેટમાં ઉપલબ્ધ અવનવી ડેકોરેટિવ આઈટમથી ઘરની સજાવટ કરી શકાય છે. અવનવા દિવાળી ડેકોરેશન આઈડિયાથી ઘરને અનોખો લુક આપી શકાય છે. તો ચાલો જાણીએ દિવાળી પર ઘરને સજાવવાની ટિપ્સ.તોરણઘરના મુખ્ય પ્રવેશદ્વારની સાથે સાથે રૂમના દરેક દરવાજા પર તોરણ લગાવી શકાય. આ માટે ફુલો અને પાનમાંથી બનેલા તોરણનો ઉપયોગ પણ કરી શકાય છે અથવા બજારમાં મળતા ડિઝાઇનર તોરણનો પણ ઉપયોગ કરી શકાય છે.ફૂલોદિવાળીમાં ઘરની સજાવટ માટે હજારો વિવિધ પ્રકારના ફૂલો છે. જેની મદદથી આખા ઘરને સરળતાથી સજાવી શકાય છે. ફૂલોનો ઉપયોગ દૈવી આભા આપે છે.દીવાજ્યારે ઘર માટે દિવાળીની સજાવટની વાત આવે છે ત્યારે દીવાની સજાવટ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે ઘરને સજાવવા માટેની સૌથી પરંપરાગત વસ્તુઓમાંની એક છે અને પ્રકાશનો તહેવાર દિવાળી દીવાની સજાવટ વિના અધૂરો છે. કેટલાક દીવાઓ સુંદર દેખાવા માટે અંદર અને બહાર રંગવામાં આવે છે.રંગોળીરંગોળી એ દિવાળીનું મુખ્ય આકર્ષણ છે. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર રંગોળી બનાવવાથી ઘર સુંદર લાગે છે. પાવડર રંગોના વિવિધ શેડ્સ સાથે શુદ્ધ કલાનું પ્રદર્શન લોકોને મંત્રમુગ્ધ કરી શકે છે. ક્યારેક રંગોળીમાં વોટર કલરનો પણ ઉપયોગ થાય છે. દિવાળીના આ અવસર પર લોકો રંગોળીને સકારાત્મકતાનું પ્રતિક માને છે. રંગોળીની સુંદરતા વધારવા માટે રંગોળીની વચ્ચે એક પ્રગટાવેલો દીવો તેમજ ફૂલોની પાંખડીઓ અને પાંદડાઓનો પણ ઉપયોગ કરી શકાય છે. બજારમાં એક કરતા વધારે રેડીમેડ રંગોળી ઉપલબ્ધ છે. પ્રવેશદ્વારની સાથે લીવિંગ રૂમની વચ્ચે પણ સુંદર રંગોળી બનાવીને ઘરની સંદરતા વધારી શકાય છે. ક્રિસ્ટલ અને માળાની રંગોળી બનાવવાનો પ્રયત્ન નવો રહેશે.બરણીઓ સાથે લાઇટ ડેકોરેશનતાજેતરના વર્ષોમાં સજાવટ માટે વધારાની બોટલ અને જારનો ઉપયોગ વધ્યો છે. લાઇટને કાચની બરણીઓ અને બોટલોમાં પેક કરવામાં આવે છે. જેથી, તે બહારથી સરળતાથી જોઈ શકાય. ઘરની બહાર દિવાળી ડેકોરેશન માટે બોટલ અને જાર લટકાવી શકાય છે અથવા ટેબલ પર રાખી શકાય છે.કેન્ડલલાઇટઆમ તો મીણબત્તી અને દીવાથી ઘર રોશન થઈ જશે. ઘરને થોડો ડેકોરેટિવ લુક આપવા ડેકોરેટિડ જેલ કૈડિલ્સ સાથે બાલકનીમાં દીવા પણ સજાવી શકાય છે. લિવિંગ રૂમમાં એક કાંચના વાડકામાં સળગતી ફ્લોટિંગ કૈંડલ અને દિપક પણ ખૂબ સુંદર દેખાશે. ટી લાઇટ્સને રંગીન ગ્લાસ કન્ટેનરમાં મૂકીને ડ્રોઇંગ રૂમ અને ડાઇનિંગ રૂમની છત પર લટકાવી શકાય છે.લાઈટ્સઘરને આકર્ષક રોશનીથી સજાવી શકાય છે. આજકાલ બજારમાં ઘણા પ્રકારની મીણબત્તીઓ ઉપલબ્ધ છે.દિવાળીના શણગાર માટે આકર્ષક લાઈટો બજારમાં ઉપલબ્ધ છે. આ દિવસોમાં ટીલાઈટ હોલ્ડર ફાનસ ટ્રેન્ડમાં છે. તેને પ્રગટાવ્યા પછી, દિવાલો પર તેનું પ્રતિબિંબ રચાય છે. તેનાથી ઘર ખૂબ જ સુંદર લાગે છે. તેને હુક્સ અથવા દંડા પર પર લટકાવી શકાય છે. મીણબત્તીઓને વિન્ડોઝ અને છત પર પણ સજાવટ કરી શકાય છે.