મોરબી : મોરબી ગીતાંજલી વિદ્યાલય દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થી વર્ષ 2026 માં SSC બોર્ડની પરીક્ષા આપવાના છે. એ વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાનો અનુભવ કેળવાય એ માટે ગીતાંજલી વિદ્યાલય દ્વારા આ પરીક્ષાનુ આયોજન કરાયું છે. ધોરણ 10 માં કોઇપણ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે. આ પરીક્ષા મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ સામે ઉમિયા સર્કલ નજીક વૈભવ નગર સોસાયટીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલય ખાતે 8 ફેબ્રુઆરી ને રવિવારના રોજ સવારે 8 થી 12 કલાક દરમિયાન યોજાશે. આ પરીક્ષા આપવા માટે form.svhrt.com/6968801931fccd4a51a52116 લિંક પર જઈને રજિસ્ટ્રેશન કરી માહિતી ભરી સબમીટ કરવાનું રહેશે. વિદ્યાર્થીએ લીંકમાં આપેલ 5 વિષયો પૈકી ગમે તે એક વિષયની પરીક્ષા આપી શકશે જેમાં STANDARD MATHS, BASIC MATHS, SOCIAL SCIENCE, SCIENCE & TEC, ENGLISH વિષય પસંદ કરવો પડશે. વધુ વિગત માટે સં૫ર્ક નંબર : 7016278907 અથવા 8401460641 પર સંપર્ક કરવા જણાવ્યું છે.