મોરબી : આજરોજ વીરપર(મ) પ્રાથમિક શાળામાં સર્વાંગી શિક્ષણમાં આપેલા શ્રીમદ ભાગવત ગીતાની જન્મ જયંતી નિમિત્તે શાળામાં ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી ત્યારબાદ ગીતાજીનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના બાળકો દ્વારા ગીતાજી વિશે જાણકારી આપવામાં આવી હતી. તશાળાના સિનિયર શિક્ષક છાયાબેન દ્વારા શ્રીમદ ભગવત ગીતાનું મહત્વ વિશે બાળકો અને ગામ લોકોને સરસ જાણકારી આપવામાં આવી. મંચસ્થ તમામ મહાનુભાવોના હસ્તે શાળાના ધોરણ 6 થી 8ના તમામ બાળકોને એક એક શ્રીમદ ભગવત ગીતાનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું.આ કાર્યક્રમના અંતે તમામ બાળકોને દાતા સંજયભાઈ મસોત (લજાઈ) તરફથી ભગવદ્ ગીતા પુસ્તક અને પ્રસાદી સ્વરૂપે સ્ટીમ ઢોકળા નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને દિપાવવા ગામમાંથી આગેવાનો જેવા કે સરપંચ મહેશભાઈ લીખિયા, જિલ્લા પંચાયત સદસ્ય અશોકભાઈ, દાતા રજનીભાઇ, કો ઓર્ડીનેટર શૈલેષભાઈ, ભૂતપૂર્વ આચાર્ય જસમતભાઈ સમિતિના સભ્ય પ્રહલાદસિંહ તેમજ ગામમાંથી સ્વાધ્યાય પરિવારમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાકેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.