મોરબી: મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ગીતા જયંતિ અને માગશર સુદ અગિયારસની ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી આશ્રમના મહંત ભાવેશ્વરી માના સાનિધ્યમાં સંપન્ન થઈ હતી. ગીતા જયંતિ નિમિત્તે 'સત્કર્મ કરો તો સારું ભાગ્ય બનશે' તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. તેમજ ઉજવણીના ભાગરૂપે, નાગડાવાસ ગામના રામજી મંદિર ગોપી મંડળ દ્વારા રામદેવપીર મંદિરે અનાજનો અનોખો ચોક પૂરવામાં આવ્યો હતો તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.