મોરબી : મોરબીના લીલાપર રોડ પર આવેલા ગિરનારી આશ્રમે સદગુરુદેવ દેવપ્રયાગગિરી બાપુની 14મી પુણ્યતિથિ નિમિતે સંતવાણી અને ગુરુયાગ તથા ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 9-1-2024 ને ગુરુવારના રોજ રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે. જેમાં ભજનિક દલસુખભાઈ પ્રજાપતિ ભજનની રમઝટ બોલાવશે. તથા તા. 10-1-2025 ને શુક્રવારના રોજ સવારે 9 કલાકે ગુરુયાગ અને ધ્વજારોહણ, બપોરના 12 કલાક સુધી સીતારામ ધૂન મંડળ દ્વારા ધૂન અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમ્યાન સંત દર્શનનો લાભ લેવા સૌને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.