મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા બે સમૂહલગ્નમાં પોતાના ભંડોળમાંથી આર્થિક સહયોગ કરીને સમાજ માટે પોતાનું ઉત્તરદાઇત્વ નિભાવ્યું હતું.મોરબીમાં કાર્યરત વાત્સલ્યમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ સહ-આયોજક તરીકે ભાગ લીધો હતો અને કાર્યક્રમમાં રૂ.41,000નું અનુદાન આપ્યું હતું. આ દાનનો ઉપયોગ દીકરીઓને કપડાં આપવા માટે થયો હતો. આ ઉપરાંત દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજિત 7 કન્યાઓના સમૂહ લગ્નમાં સંસ્થાએ કન્યાદાનમાં 7 દીકરીઓને 7 ઢોકળા સ્ટીમરો, 7 વેજીટેબલ ચોપર, 7 બેગ, 7 માછલી (પગમાં પહેરવાની), 7 નાકના દાણા, 7 શુભ-લાભ શો પીસ, 7 ફેસ ક્રીમ, 15 બ્લાઉઝ પીસ સહીતની ભેટ કરિયાવરમાં આપી હતી. સંસ્થાના સભ્યોએ ઉત્સાહભેર બન્ને પ્રસંગોમાં હાજરી આપવા સાથે જણાવ્યુ હતુ કે, અમે આશા રાખીએ છીએ કે અમે ભવિષ્યમાં પણ આવા જ પ્રયાસો કરતા રહીશું જે લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ થશે.