વાંકાનેર : ઇન્સ્ટિટ્યૂટ ઓફ શોટોકાન કરાટે યુનાઈટેડ- રાજકોટ અને ટેક્નોફાઇટ માર્શલઆર્ટ્સ મેનેજમેન્ટ દ્વારા 5મેના રોજ રાજકોટ ખાતે છઠ્ઠી ISKU ગુજરાત સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વાંકાનેર તાલુકાની ઘીયાવડ પ્રાથમિક શાળા સીઆરસી જુના કણકોટની વિદ્યાર્થિનીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.કરાટેની કુમિતે ઇવેન્ટમાં જલ્પા મંગાભાઈ ચૌહાણ અને રસીલા રાજુભાઈ વનાણીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. કોમલ ગોબરભાઈ ચૌહાણ, ધ્રુવી મનસુખભાઈ માધાણી, અનમોલ અરવિંદભાઈ રોજાસરા, દક્ષા જીવરાજભાઈ વનાણીએ સિલ્વર મેડલ તથા આકાશી અરવિંદભાઈ ચૌહાણએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.કરાટેની કાતા ઇવેન્ટમાં કોમલ ગોબરભાઈ ચૌહાણએ સિલ્વર મેડલ તથા જલ્પા મંગાભાઈ ચૌહાણએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તમામ વિદ્યાર્થિનીઓને કરાટેનું પ્રશિક્ષણ શાળાના શિક્ષિકા સેનસાઈ નમ્રતાબા પરમાર (બ્લેક બેલ્ટ 2nd ડેન) આપી રહ્યા છે. શાળાની વિદ્યાર્થિનીઓ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ પણ જુડો કરાટે ઇવેન્ટમાં ભાગ લેશે.