મોરબી: મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં માનવીય સંવેદના અને જીવનમૂલ્યો જાગૃત થાય તેવા સેવાકીય કાર્યો અવારનવાર કરવામાં આવે છે. ત્યારે હાલમાં મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કેન્સર જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા હોય, તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે શાળાની બાળાઓ દ્વારા વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.છેલ્લા 40 વર્ષથી આ વિસ્તારમાં લોકસેવા અને વિકાસના કાર્યો કરનાર કાંતિભાઈ અમૃતિયાનું તાજેતરમાં ઓપરેશન થયું છે. તેઓ જલ્દીથી સાજા થઈ ફરી લોકસેવામાં કાર્યરત થાય તેવા હેતુથી માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ પ્રાર્થના સભામાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. આ તકે બાળાઓએ કાંતિભાઈ અમૃતિયાના દીર્ઘાયુ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.#Morbi #MadhaparvadiSchool #KantibhaiAmrutiya #Prayer #HanumanChalisa #MorbiNews #HealthRecovery #SocialService