વાંકાનેર : તાજેતરમાં ખેલમહાકુંભ સંદર્ભે કરાટે સ્પર્ધાનું નાલંદા વિદ્યાલય મોરબી મુકામે જિલ્લા કક્ષાનું આયોજન થયું હતું. જેમાં માર્શલ આર્ટ્સ પ્રેમી રમતવીરો એ ભાગ લીધો હતો. જેમાં ઘીયાવડ પ્રાથમિક શાળા સીઆરસી જૂના કણકોટ તા.વાંકાનેરમાંથી અંડર 14 વજન જૂથ 18 કિલો થી 34 કિલો સુધીની વિવિધ કેટગરીમાં કુલ 10 કન્યાઓએ અને 4 કુમારએ ભાગ લીધો હતો.જેમાંથી 20 કિલો નીચે વજન જૂથમાં વનાણી માનવ રાજુભાઈ દ્વિતીય ક્રમે વિજેતા થયા છે. જ્યારે 24 કિલો નીચેમાં વનાણી રાધિકા સુરાભાઈ પ્રથમ ક્રમે, 22 કિલોથી નિચેમાં ચૌહાણ શીતલ સંજયભાઈ પ્રથમ ક્રમે, 18 કિલોથી નીચેમાં ચૌહાણ કોમલ ગોબરભાઈ પ્રથમ ક્રમે, રોજાસરા અનમોલ અરવિંદભાઈ બીજા ક્રમે, ચૌહાણ જલ્પા મંગાભાઈ અને માધાણી નિધિ મનસુખભાઇ ત્રીજા ક્રમે, 34 કિલોથી નીચે વજનજુથમાં ચૌહાણ સેજલ સંજયભાઈ બીજા ક્રમે, માધાણી ધ્રુવી મનસુખભાઇ ત્રીજા ક્રમે વિજેતા થયા હતા.આ સાથે જ શાળાના શિક્ષિકા નમ્રતાબા વિરેન્દ્રસિંહ પરમાર પણ 68 કિલો ઉપર વજનજૂથ ઓપન એજમાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયા હતા. પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા થયેલા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. બધાને તાલીમ સેન્સઈ નમ્રતા બા પરમાર ( બ્લેક બેલ્ટ ) એ આપી હતી. જે શાળાના જ શિક્ષિકા છે. તમામ કન્યાઓએ અને કુમારોએ પોતાના માતા પિતા, શાળા, ઘીયાવડ ગામ અને વાંકાનેર તાલુકાનું ગૌરવ વધાર્યું છે.