મોરબી : બગથળાના હરિ નકલંક વિદ્યાલયની દીકરીઓ જિલ્લાકક્ષાએ ખેલ મહાકુંભમાં અવ્વલ આવી છે. ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની બહેનોની રસ્સા ખેચની સ્પર્ધા (અંડર 17) કોયલી ખાતે યોજાઈ હતી જેમાં શ્રી હરિ નકલંક વિદ્યાલય બગથળાની બહેનો પ્રથમ ક્રમે વિજેતા બની શાળાનું ગૌરવ વધારેલ છે.તમામ વિદ્યાર્થીનીબહેનો તથા માર્ગદર્શક શિક્ષકોને શાળાના આચાર્યશએ અભિનંદન પાઠવ્યા હતા.