મકરસંક્રાંતિ બાદ જ્યાં ત્યાં લટકતા દોરા કોઈ માણસ કે પક્ષીને નુકસાન ન કરે તે માટે બાળાઓએ અભિયાન ચલાવ્યુંમોરબી : મોરબીમાં દરરોજ કંઈકને કંઈક નોખું અનોખું કાર્ય થતું જ રહેતું હોય છે,એમાંય શાળાઓમાં પણ સમાજને નવો રાહ ચિંધવા માટેની સામાજિક પ્રવૃતિઓ થતી રહેતી હોય છે,એ અન્વયે મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી પીએમ શ્રી માધાપરવાડી કન્યા શાળા સામાજિક ઉત્થાન માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે તુલસી પૂજન,માતૃ-પિતૃ પૂજન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન રંગોત્સવ વગેરે પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓનું ભણતર,ગણતર, ઘડતર અને ચારિત્ર્યનું ચણતર કરવામાં આવે છે. એવી જ રીતે બાળાઓએ મકરસંક્રાંતિના દિવસે લોકોએ એકબીજાની કાપેલી પતંગના દોરા રસ્તામાં જ્યાં ત્યાં લટકતા હોય, રખડતાં હોય એના કારણે બાઈક પર જતાં ઘણા બધા લોકોના ગળામાં ઈજા પહોંચતી હોય છે,ઘણા બધા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ જતા હોય છે એ બધા દોરા શાળાની 400 જેટલી બળાઓએ શાળાએ આવતા જતા તેમજ પોતાના રહેઠાણ વિસ્તારમાંથઈ 64.327 કિલો જેટલા દોરા એકત્ર કર્યા હતા. જેથી રસ્તે જતા લોકોને આ દોરાઓથી નુકસાન ન થાય, એકત્ર કરેલા આ બધા દોરા માઁ જીવદયા ગ્રૂપને અર્પણ કરીને શાળાની નાની નાની બાળાઓએ માનવતાનું મહામુલું કાર્ય કરવા બદલ શાળા પરિવારે તેમજ પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલા તેમજ માઁ જીવદયાના કાર્યકર્તાઓએ તમામ બાળાઓને ધન્યવાદ આપ્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.