પ્રેમિકા અને તેનો મિત્રએ બ્લેકમેઇલ કરી રૂ.70 લાખ જેટલી રકમ પડાવી લીધી હતીમોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગપતિએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાના બનાવમાં એ ડિવિઝન પોલીસે બ્લેકમેલ કરી પૈસા પડાવી લેનાર પ્રેમિકા તથા તેના મિત્રની ધરપકડ કરી બન્નેને જેલહવાલે કર્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર રવાપરમાં લક્ષ્મીનાયારણ સોસાયટીમાં આવેલ એકતા પેલેસમાં રહેતા અશોકભાઈ નાનજીભાઈ પાડલીયા કે જેઓ લખધીરપુર રોડ ઉપર આવેલ ગ્લેર સિરામિકના પાર્ટનર હતા. તેઓએ તા.11 ઓગસ્ટના રોજ બપોરે ઝેરી દવા પીધી હતી. મૃતક અશોકભાઈએ સુસાઇડ નોટમાં 6 લોકોના ત્રાસથી આપઘાતનું પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે મૃતકના સાળા તથા બનેવી થતા પ્રકાશભાઈ કુંવરજીભાઈ ભાડજા રહે. ઉમિયાનગર ગામ તા. ટંકારા વાળાની ફરિયાદ ઉપરથી અમીતભાઇ વશરામભાઇ ચારોલા, ભાવેશભાઇ બાબુભાઇ વીડજા, બીપીનભાઇ મનસુખભાઇ દેત્રોજા, મનોજભાઇ હરખાભાઇ સાણંદીયા આ ચારેય પાર્ટનર તથા અમદાવાદના રાણીપમાં રહેતા મનિષાબેન કિરણભાઇ ગોહીલ અને અર્ચિત મહેતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે મનીષાબેન અને અર્ચિતની ધરપકડ કરી જેલહવાલે કર્યા છે. મૃતકને મનીષાબેન સાથે પ્રેમ સંબંધ હોય તેઓએ અને તેમના મિત્ર અર્ચીતભાઇ મહેતાએ બ્લેકમેઇલ કરી રૂ.70થી 80 લાખ પડાવ્યા હતા.