નવા પ્રવેશીત બાળકોને શૈક્ષણિક કીટ આપી આવકારાયા: ધોરણ 9 અને 10 ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયુંમોરબી: રાજપર માધ્યમિક શાળામાં તા. 23/06/2026, મંગળવારના રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય નિમેષભાઈ ફળદુએ ઉપસ્થિત મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, વેટેનરી ઓફિસર એન. ડી. ભાડજા, સી.આર.સી શૈલેષભાઈ કાલરીયા, સરપંચ મારવણીયા ભારતભાઈ, ઉપસરપંચ મનોજભાઈ અઘારા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, માજી તાલુકા પંચાયતના સભ્ય કેતનભાઈ મારવાણીયા, કારોબારી ચેરમેન મનીષભાઈ કાંજીયા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા પૂર્વપ્રમુખ ભાવનાબેન કૈલા, સહકાર ભારતી મોરબીના અધ્યક્ષ મનોજભાઈ શેરસીયા, રાજપર માધ્યમિક શાળા આચાર્ય એન. આર. ફળદુ, રાજપર તાલુકા શાળા આચાર્ય પિન્ટુભાઈ કૈલા, શાળાના શિક્ષકગણ, ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. શાળાના શિક્ષક હર્ષદભાઈ ગોસ્વામી તેમજ શાળાના વિદ્યાર્થી વેદ નિમેષભાઈ ફળદુ અને પ્રણવ દિલીપભાઈ સાવરિયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક કરીને શૈક્ષણિક કીટ આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને બાળાઓના શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાંવામાં આવ્યું હતું અને વાલીઓને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા પ્રેરિત કરાયા હતા. શાળામાં ધોરણ 9 અને 10 માં 1, 2 અને 3 ક્રમે ઉત્તીર્ણ થનાર તથા બાહ્ય પરીક્ષામાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.અંતમાં રાજપર તાલુકા શાળાના આચાર્ય પિન્ટુભાઈ કૈલા દ્વારા આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને પ્રેરણાદાયક વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ ઉજવણી દ્વારા શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા તથા દરેક બાળકને શાળામાં જોડવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો. છેલ્લે અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષક પ્રવિણભાઈ કાલરીયા, વિપુલભાઈ કાસુન્દ્રા તેમજ શાળાના બાળકોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiNews #RajparSchool #ShalaPraveshotsav2026 #KanyaKelavani #EducationAwareness #MorbiUpdate