એક વર્ષની બાળકી સેટી પલંગ પર ચડી બારીમાં હાથ રાખી બેઠી હતી ત્યારે સાપે ડંખ માર્યોવાંકાનેર : વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે એક વિચિત્ર કિસ્સામાં ઘરમાં સેટી પલંગ પર ચડી બારીમાં હાથ રાખી રમી રહેલી એક વર્ષની માસુમ બાળકીને સાપે ડંખ મારતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે રહેતા મૂળ સિંધાવદર ગામના વતની મહંમદફયાઝ અબ્દુલભાઇ શેરસિયાની એક વર્ષની પુત્રી આઇશા ગઈકાલે તેમના ઘેર સેટી પલંગ પર ચડી બારીમાં હાથ રાખી રમતી હતી ત્યારે બારીમાંથી હાથ પર સાપ કરડી જતા ઝેરી અસરથી આઇશાનું મૃત્યુ નીપજ્યું હતું.