ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે યુવતીએ ભૂલથી ગેસનો ચૂલો ચાલુ કરી બાદમાં બાક્સ લેવા ગયા બાદ દીવાસળી સળગાવતા ઘરમાં ગેસ ફેલાઈ જવાથી ભડકો થયા દાઝી જતા યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા મિતલબેન કિશોરભાઈ પરમાર નામની યુવતી સવારના સમયે ચા બનાવવા માટે રસોડામા ગેસના ચુલાનું બટન ચાલુ કર્યા બાદ બાક્સ લેવા ગઈ હતી અને બાદમાં રસોડામાં આવી બાક્સની દીવાસળી સળગાવતા રસોડામાં ગેસ ફેલાઈ જવાથી અચાનક ભડકો થતા દાઝી જવાથી યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.