વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ચોકડી નજીક ભાડાના રૂમમાં રહી ડ્રાઇવિંગ કરતા મૂળ અમરેલી જિલ્લાના રાજુલા ગામના વતની સંદીપભાઈ માલકુંભાઈ વાળાની સાત વર્ષની પુત્રી પરી ઉર્ફે ઝલકને ગઈકાલે બપોરના સમયે અચાનક ઝાડા ઉલટી શરૂ થયા બાદ બેભાન થઇ જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.