મોરબી : મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ આરકો ગ્રેનાઈટો નામની ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહેતા કમલસિંગ કરવાછા નામના શ્રમિકની છ વર્ષીય દીકરી કાર્તિકાબેન પાણીની કુંડીમાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.