મોરબી : મોરબીના ભડીયાદ નજીક આવેલ સોકા સેનેટરી નામના કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતી ચંદ્રિકાબેન નિલેશભાઈ વીંઝવાડિયા ઉ.18 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.