મોરબી : મોરબી તાલુકાના પાનેલી ગામે ફરિયાદી નિકિતાબેન ભૂરાભાઈ ચાવડા ઉ.20ના ઘર પાસે ગાળો બોલી રહેલા આરોપી જયેશ લાલજીભાઇ ચાવડાને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા આરોપી જયેશ ચાવડાએ નિકિતાબેન તેમજ સાહેદ માણેકબેનને ગાળો આપી લોખંડના પાઇપ વડે ઇજાઓ પહોચાડતા હુમલાની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.