ગિરીશ સરૈયા પાસે ચાર-ચાર નગરપાલિકાનો ચાર્જ મોરબી : મોરબી નગરપાલિકામાં આજે ફરીથઈ વાંકાનેરના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાને ચાર્જ સોંપવામાં આવ્યો છે .હળવદના ઇન્ચાર્જ ચીફ ઓફિસર રજા ઉપર ઉતરી જતા આજે ફરી વાંકાનેરના ચીફ ઓફિસરને મોરબી પાલિકાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.જોકે તેમની પાસે એક બે નહિ પણ ચાર નગરપાલિકાનો ચાર્જ છે તેથી તેમના પર કામનું ભારણ વધશે. સૌરાષ્ટ્રની સૌથી મોટી અને એ વન ગ્રેડની ગણાતી મોરબી નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી કાયમી ચીફ ઓફિસરની નિમણુક કરવામાં આવી નથી.તેથી આવડી મોટી નગરપાલિકાનું ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે.આ ઇન્ચાર્જ અધિકારી પાસે બે નગરપાલિકાનો ચાર્જ હોવાથી પ્રજાના મહત્વનો પ્રશ્નો પ્રત્યે યોગ્ય ધ્યાન આપી શકતા નથી જોકે હમણાંથી હળવદના ચીફ ઓફિસર સાગર રડીયા પાસે મોરબી પાલિકાનો ચાર્જ હતો. પણ તેઓ દશ દિવસની રજા ઉપર ઉતરી જતા ફરી વાંકાનેરના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાને મોરબી પાલિકાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે અને તેમણે ચાર્જ લઈ લીધો છે.જોકે આગાઉ તેઓ મોરબી પાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી ચુક્યા છે પણ આજે પરિસ્થિતિ જુદી છે.તેમની પાસે એક બે નહિ પણ ચાર નગરપાલિકાનો ચાર્જ છે.આથી કામનું ભરણ વધશે.ત્યારે નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુકના અભાવે મોરબી પાલિકાના વહીવટી કામો અને પ્રજાના પ્રશ્નો ટલ્લે ચડી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne