મોરબી : મોરબી ગીર ફાઉન્ડેશન દ્વારા નાગડાવાસ ગામમાં આવેલ માધ્યમિક શાળાના પ્રટાગણમા ગીર ફાઉન્ડેશનમાં 'હાઉં ટુ રીયુઝ પ્લાસ્ટિક' અને 'સે નો ટુ પ્લાસ્ટિક'ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જુદા જુદા ચિત્રો દોરી અને વિદ્યાર્થીઓ એ પ્લાસ્ટિકથી થતાં નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.તેમજ વિડીઓ અને ચિત્રો દ્વારા તેમજ જુદી જુદી એક્ટિવિટીઝ કરી પર્યાવરણનું જતન કરી શકે એ માટે વિશેસ જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જુના નાગડાવાસ માધ્યમિક શાળા ના આચાર્ય જે.એ.ધ્રાંગા તેમજ શાળા ના શિક્ષકો રાઠૉડ ખમૈયાબેન, ગોહિલ આશાબેનતેમજ પૈજા જયેશભાઇએ વિદ્યાર્થીઓને પર્યાવરણની વિશેસ માહિતી આપી હતી.અને વિદ્યાર્થીઓ એ આ કાર્યક્રમ માં રસપૂર્વક ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.