પશુપાલકને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે રૂ. ૫૧ હજારનું ઇનામ મોરબી : પશુપાલનના વ્યવસાયને ઉત્તેજન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા દૂધ હરીફાઈ યોજવામાં આવી હતી. જેમાં મોરબીની ગીર ગાયે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જે બદલ પશુપાલકને જિલ્લા વિકાસ અધિકારી ના હસ્તે રૂ. ૫૧ હજારનું ઇનામ પણ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં પશુપાલનના વ્યવસાયને વેગ મળે અને સારી ઓલાદના પશુઓ બાબતે પશુપાલકોમાં જાગૃતિ આવે તેવા બહુહેતુક ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી દૂધ હરિફાઈની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેના ભાગ રૂપે ડીસેમ્બર – ૨૦૧૮ થી જાન્યુઆરી – ૨૦૧૯ સુધીમાં સમગ્ર રાજ્યમાં વિવિધ વિભાગોમાં દૂધ હરિફાઈ યોજવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ વિભાગમાં યોજાયેલ દૂધ હરિફાઈમાં મોરબી જિલ્લાના ૨૦ પશુપાલકોએ ભાગ લીધો હતો. જેમાં ગીર ગાયની હરિફાઈમાં મોરબી શહેરના પશુપાલક મહિપાલસિંહ પૃથ્વીસિંહની ગીર ગાય સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને આવતા તેમને રાજ્ય સરકાર વતી મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ રૂપિયા ૫૧,૦૦૦/- નો ચેક પુરસ્કાર રૂપે અર્પણ કર્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news