મોરબી અપડેટ તથા તપોવન વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આયોજન : ગિજુભાઈ ભરાડના વક્તાસ્થાને યોજાયેલ કાર્યક્રમ પ્રસારિત થશે મોરબી : આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા આવી રહી છે. ત્યારે મોરબી અપડેટ તથા તપોવન વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે લાઈવ યોજાનાર કાર્યક્રમ 'પરીક્ષાનું પંચામૃત' ટેક્નિકલ કારણોસર મોકૂફ રખાતા આજે તે કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવશે. જેમાં બોર્ડના છાત્રોને પ્રખ્યાત કેળવણીકાર ગિજુભાઈ ભરાડ માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. ગણતરીના દિવસોમાં ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરુ થઇ થવા જઈ રહી છે. ત્યારે મોરબી અપડેટ તથા તપોવન વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે 'પરીક્ષાનું પંચામૃત' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં એન્કર નીરવ માનસેતા સાથે પ્રખર કેળવણીકાર એવા રાજકોટ સ્થિત ભરાડ સ્કૂલના સ્થાપક ગિજુભાઈ ભરાડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમ ગત શનિવારે યોજાનાર હતો. પરંતુ ટેક્નિકલ કારણોસર ફેસબૂક પેઈજ પર લાઈવ ન થઇ શકતા હવે આજે તા. 07ના રોજ રાત્રે 8 કલાકે મોરબી અપડેટના ફેસબૂક પેઈજ પર આ પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનાર પ્રસારિત કરાશે. આ સેમિનાર https://www.facebook.com/morbiupdate લિંક પર ક્લિક કરી જોઈ શકાશે. ત્યારે મોરબીવાસીઓ ખાસ કરીને વિદ્યાર્થીઓને સહપરિવાર આ સેમિનાર નિહાળવા અનુરોધ છે.