મોરબી : મૂળ અદેપર નિવાસી અને હાલ મોરબી રહેતા લાલજીભાઈ ભુદરભાઈ ફેફરે પોતાના પૌત્ર દેવર્ષ જીતેન્દ્રભાઈ ફેફરના જન્મદિવસ નિમિત્તે અદેપર પ્રાથમિક શાળામાં એમ્પ્લીફાયર સાથેની સાઉન્ડ સિસ્ટમ ભેટ આપી જન્મદિવસની ઉજવણી કરી હતી. આ તકે અદેપર પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદભાઇ કૈલા, શાળા પરિવાર તેમજ અદેપરના સરપંચ જનકસિંહ ઝાલા તરફથી દેવર્ષને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી ફેફર પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.