મોરબી : શિક્ષણ ક્ષેત્રે અનોખી ઓળખ ધરાવનાર બગથળા ગામને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા એક બગીચાની ભેટ ધરવામાં આવી છે. ગત તારીખ 4 મેના રોજ બગથળા ગામે ધોરણ 10ના 1998ની બેચના વિદ્યાર્થીઓનો ગુરુ વંદના અને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં એક બગીચો બનાવવાનું નક્કી કરી વતન પ્રત્યેનું ઋણ અદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને સમાજને એક નવી રાહ ચીંધી છે.