મોરબી: સદગતની સ્મૃતિ નિમિત્તે ચનીયારા પરિવાર દ્વારા માણેકવાડા પ્રાથમિક શાળાને ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ભેટ આપવામાં આવી હતી. સ્વ.જયંતિલાલ પરસોતમભાઈ ચનીયારાનું ગત તારીખ 24 જૂનના રોજ આકસ્મિક અવસાન થતાં પરિવાર દ્વારા સ્વર્ગસ્થ જયંતીલાલ ચનીયારાની સ્મૃતિ હેતુ માણેકવાડા પ્રાથમિક શાળાને ટ્રોલી સાઉન્ડ સ્પીકર અને પ્રાર્થના ખંડ માટે સ્પીકર નંગ-૬ની ભેટ અર્પણ કરીને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કાર્ય માટે શાળા પરિવાર દ્વારા ચનીયારા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.