સાયન્ટિફિક પરિવારના સ્વ.નકુલભાઈના સ્મરણાર્થે મિસ્ત્રી પરિવાર દ્વારા પ્રેરક કાર્ય મોરબી : સાયન્ટિફિક ક્લોકના સ્વ. બાબુભાઈ મિસ્ત્રીના પૌત્ર અને સ્વ. જયેશભાઈ મિસ્ત્રીના પુત્ર સ્વ. નકુલ મિસ્ત્રીના સ્મરણાર્થે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રને એક મારૂતિ ઈકો ગાડી ભેટ સ્વરૂપે આપવામાં આવી છે. મોરબીના રહેવાસી સાયન્ટિફિક કલોક પરિવારના અગ્રણી યુવા ઉદ્યોગપતિ નકુલભાઈ મિસ્ત્રીનું થોડા દિવસ પહેલા અકસ્માતમાં નિધન થયું હતું. ત્યારે સાયન્ટિફિક પરિવાર દ્વારા હંમેશા સેવાના કાર્યમાં અગ્રેસરતા દાખવી છે જેને ધ્યાને રાખીને સ્વ. નકુલભાઈ મિસ્ત્રીના મોટાભાઈ અર્જુનભાઈ મિસ્ત્રી પરિવાર તથા સમગ્ર મિત્ર પરિવાર તરફથી સ્વ. નકુલભાઈ મિસ્ત્રીના સ્મરણાર્થે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રને આજે 5 મેના રોજ એક મારૂતિ ઈકો ગાડી ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી છે.