મોરબી : તાજેતરમાં મોરબી જિલ્લા પેન્શનર સમાજનાં આજીવન સભ્યોની સામાન્ય સભા મળી હતી. તેમાં હાજર રહ્યા હોય અને રૂ.200 રજિસ્ટ્રેશન ફી જમા કરાવી હોય તેવાં આજીવન સભ્યો માટે ભેટ વિતરણ કરવામાં આવશે. આજીવન સભાસદોએ રજિસ્ટ્રેશન ફીની પહોંચ લઇ તા.6થી 27 ફેબ્રુઆરી સુધીમાં સવારે 9.30 થી 11 (સોમવાર થી શુક્રવાર) સુધીમાં કચેરીએથી ભેટ મેળવી લેવા અનુરોધ કરાયો છે. ત્યારબાદ કોઇપણને ભેટ વિતરણ કરવામાં આવશે નહીં કે કોઇ દાવો કરી શકશે નહીં જેની નોંધ લેવા મોરબી જિલ્લા પેન્શનર સમાજ પ્રમુખની યાદીમાં જણાવાયું છે.