ટંકારા : ટંકારાના ઉમિયાનગર ગામે ખેતરમાં વિશાળકાય અજગર દેખાતા ખેડૂતે સરપંચને જાણ કરી હતી. બાદમાં સરપંચે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા મેહુલભાઈ સાંધાણીની ટીમે આવી આ અજગરનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. આ અજગરને ફોરેસ્ટની ટિમ દ્વારા પકડી લેવામાં આવ્યો છે. હવે તેને સલામત સ્થળે છોડી દેવામાં આવશે. વધુમાં આ અજગર ઇન્ડિયન પાયથોન (ઇન્ડિયન રોક પાયથોન) હતો. જે સામાન્ય રીતે અહીં જોવા મળતો નથી. જેથી તે બહારના રાજ્યમાંથી કોઈ ટ્રક કે અન્ય મોટા વાહન મારફત આવી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.