બાળકોએ AI ટૂલ્સની મદદથી કોરિયન ભાષામાં આપ્યો પરિચય; યોગ અને સૂર્ય નમસ્કારનું કર્યું જીવંત પ્રદર્શનમોરબી: મોરબીની ઘૂંટુ પ્રાથમિક શાળા દ્વારા શિક્ષણ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન ક્ષેત્રે એક પ્રશંસનીય વૈશ્વિક પહેલ કરવામાં આવી છે. સેમસંગ, એલજી, હ્યુન્ડાઈ અને કિયા જેવી વિશ્વવિખ્યાત કંપનીઓ માટે જાણીતા અને શિસ્ત-ટેકનોલોજીના સમન્વય ધરાવતા દેશ દક્ષિણ કોરિયાની પ્રાથમિક શાળા સાથે ઘૂંટુ શાળાના વિદ્યાર્થીઓએ ઓનલાઇન મુલાકાત કરી હતી. આ સાથે જ આગામી 1 વર્ષ દરમિયાન સમયાંતરે ચાલનાર 'ઇન્ડિયા-કોરિયા ક્લાસરૂમ ઇન્ટરેક્શન અને કલ્ચરલ એક્સચેન્જ' પ્રોગ્રામની ભવ્ય શરૂઆત થઈ ચૂકી છે.સ્માર્ટ ટેકનોલોજી અને ભારતીય સંસ્કૃતિનો અદભુત સંગમઆ ઓનલાઇન સેકન્ડ ક્લાસરૂમ ઇન્ટરેક્શન દરમિયાન ઘૂંટુ શાળાના વિદ્યાર્થીઓએ આધુનિક AI ટૂલ્સનો સ્માર્ટ ઉપયોગ કરીને કોરિયન ભાષામાં પોતાનો પરિચય આપ્યો હતો. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમાન યોગ અને સૂર્ય નમસ્કારનું પણ જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું.ગુજરાતની સરકારી શાળાની સુવિધાઓ જોઈ દક્ષિણ કોરિયાની ટીમ પ્રભાવિતવર્ચ્યુઅલ ટૂર દરમિયાન દક્ષિણ કોરિયાની ટીમને ઘૂંટુ પ્રાથમિક શાળાનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બતાવવામાં આવ્યું હતું. જેમાં શાળાની દીવાલો પર કંડારેલી શૈક્ષણિક આકૃતિઓ, સ્માર્ટ બોર્ડ, આકર્ષક બાલવાટિકા વર્ગ, સંસ્કૃત કક્ષ, સમૃદ્ધ લાઇબ્રેરી, એલબીડી લેબ તેમજ શાળાનું ગ્રીન પર્યાવરણ જોઈને કોરિયન પ્રતિનિધિઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ ઇન્ટરેક્શન દ્વારા ગુજરાતની શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ અને સરકારી શાળાઓમાં ઉપલબ્ધ હાઈટેક સુવિધાઓની માહિતી વૈશ્વિક સ્તરે પહોંચી છે.#Morbi #GhuntuPrimarySchool #CulturalExchange #IndiaKorea #SmartEducation #AIinEducation #GlobalLearning #MorbiUpdate