મોરબી : ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોકોને તમાકુના વિવિધ સ્વરૂપનો ઉપયોગ કરવાના કારણે થતા આરોગ્યના નુકશાન અને કેન્સર જેવા ગંભીર રોગના જોખમ વિશે સમજુતી આપવામાં આવી હતી. તેમજ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગ રૂપે ચિત્ર સ્પર્ધા અને રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના MPHS એચ.ઓ. પાંચોટીયા,FHS એ.વી. મૂછડીયા,MPHW- રવિન દેગામ, જશવંત ચાવડા,મિત મેંદપરા, ફાર્માસિસ્ટ અજય ચાવડા નર્સિંગ વિદ્યાર્થી તેમજ ગામ લોકો હાજર રહ્યા હતા.