મોરબી : આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છના સાગરકાંઠે સંભવિત વાવાઝોડુ ટકરાવવાની સંભાવનાને લઈને વરસાદ તેમજ પવન ફૂંકાઈ શકે છે. જેને લઈને ધૂળકોટ ગ્રામ પંચાયતે ગ્રામીણોને સાવધાની રાખવા અપીલ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું છે. ધૂળકોટ ગ્રામ પંચાયતે તારીખ 14થી 20 મે સુધી ભારે પવન અને વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈને ગ્રામજનોને સાવધ રહેવા અપીલ કરતા જણાવ્યું છે કે, ઝૂંપડીઓમાં રહેલા લોકોએ સ્વરક્ષણ માટે પાકા મકાન કે અન્ય જગ્યાએ સ્થળાંત કરી જવું. મોટા વૃક્ષો નીચે બેસવું કે ઉભા ન રહેવું. ઘરમાં કે વંડામાં ઉડી શકે તેવા પતરાનાં છાપરા કે અન્ય વસ્તુઓને મજબૂતીથી બાંધી દેવા. આ સમય દરમ્યાન ઘર, પરીવારની સાથોસાથ પશુઓનું ધ્યાન રાખવું અને જો કોઈ તકલીફ પડે કે નુકશાન થાય તો તરત જ ગ્રામ પંચાયત ધૂળકોટ સરપંચનો મોબાઈલ નંબર 7043582882 પર સંપર્ક કરવો.