હેઠવાસમાં આવતા મોરબી અને માળિયા તાલુકાના 10 ગામોને એલર્ટ કરાયામોરબી : મોરબી તાલુકાના જીકીયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઇ સિંચાઇ યોજનામાં (ડેમ) રૂલ લેવલ મુજબ 100% પાણી ભરાઇ ગયું છે. ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવા માટે ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. સિંચાઇ વિભાગ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં આવતા મોરબી તાલુકાના 7 ગામો (જીકીયારી, ચકમપર, જીવાપર, જસમતગઢ, સાપર, જેતપર મચ્છુ, રાપર) અને માળિયા મી. તાલુકાના 3 ગામો (સુલતાનપુર, માણાબા, ચિખલી) મળી કુલ 10 ગામોના લોકોને સાવચેત રહેવા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આ તમામ ગામોના નાગરિકોને નદીના પટમાં કોઈપણ સંજોગોમાં અવરજવર ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે. સાંજે 4 વાગ્યાની સ્થિતિએ ડેમમાં 4788 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. #Morbi #MorbiUpdate #GhodadhroiDam #Monsoon #MorbiNews #Maliya #GujaratRain #WeatherUpdate