મોરબી : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2.0 વર્ષ 2024માં મોરબી ખાતે યોજાયેલી જીલ્લા કક્ષાની અંડર-14 કરાટે સ્પર્ધામાં વાંકાનેર તાલુકાની ઘીયાવડ પ્રાથમિક શાળાએ ઝળહળતી સફળતા હાંસલ કરી છે.આ સ્પર્ધામાં વનાણી દક્ષા જીવરાજભાઈ પ્રથમ ક્રમે, ચૌહાણ સેજલ સંજયભાઈ દ્વિતીય ક્રમે, જ્યારે ચૌહાણ આકાશી તૃતિય ક્રમે વિજેતા થયા છે. જેમના કોચ તરીકે શિક્ષક સેનસાઈ નમ્રતાબા પરમાર (બ્લેક બેલ્ટ )એ તાલીમ આપી હતી. વિજેતા તમામ દીકરીઓએ ઘીયાવડ પ્રા.શાળા, ઘીયાવડ ગામ અને વાંકાનેર તાલુકા અને પોતાના માતા-પિતા પરિવારનું ગૌરવ વધાર્યુંછે. હવે આગામી દિવસોમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા દીકરીઓ રાજ્યકક્ષાએ ભાગ લેશે.